અભિનેતા સની કૌશલ અભિનીત અને બૉલિવુડના જાણીતા દિગ્દર્શક કબિર ખાનની વેબ સિરીઝ આ મહિનાના અંતમાં રિલીઝ થઈ રહી છે. સિરીઝ સુભાષચંદ્ર બૉઝના નેતૃત્ત્વ હેઠળની ધ ફરગોટન આર્મીના મહિલા અને પુરૂષ જવાનોની સત્ય ઘટનાઓ પર આધારિત છે. સિરીઝના ટ્રેલરને દર્શકોનો જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.

તાજેતરમાં પત્રકારો સાથેની મુલાકાત દરમ્યાન કબિર ખાને શોમાં સોઢીનું પાત્ર ભજવતા સની કૌશલના ભરપુર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે સની ઘણો બ્રિલિયન્ટ અભિનેતા છે. એણે સોઢીના પાત્રને જીવંત કર્યું છે. તમે એના દમદાર અભિનયને ટ્રેલરમાં જોયો. હવે સિરીઝમાં એનું કામ જોશો તો તમે સારી સાથે સહેમત થશો કે એણે ફેન્ટાસ્ટિક કામ કર્યું છે. સિરીઝમાં શર્વરી વાઘે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.