દેશદ્રોહી ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરનાર કમલ ખાન અભિનીત આ ફિલ્મ પર સરકારે પ્રતિબંધ મુકવો પડ્યો હતો. જ્યારે કોલાવરી ફૅમ સાઉથના અભિનેતા ધનુષની ફિલ્મ રાંઝણાના રિવ્યુમાં અભિનેતા વિશે જાતિવાચક ટિપપ્ણી કરનાર કમલ ખાન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. એટલું જ નહીં, રજનીકાંત વિશે પણ અજૂગતિ ટિપ્પણી કરનાર કમલ ખાને બિગ બૉસ-3માં પણ ગજબની કોમેન્ટ દ્વારા લોકોનું ધ્યાન આકર્ષવાના પ્રયાસો કર્યા હતા. અભિનયને બદલે ભદ્દી કોમેન્ટને કારણે સતત ચર્ચામાં રહેતા કમલ ખાને તાજેતરમાં એના જન્મદિનની પાર્ટીનું આયોજન અંધેરીસ્થિત સિન સિટી લાઉન્જ ખાતે કર્યું હતું.

કમલ ખાનને જન્મદિનની શુભેચ્છા આપવા રૂમિ જાફરી, રાજકુમાર સંતોષી, અલ્તમશ ફરિદિમ, શાદાબ ફરિદી, અરવિન્દર સિંઘ, અશ્વિની ચૌધરી, પમ્મી મોટન સહિત અનેક કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here