રોંગ સાઇડ રાજુને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો નેશનલ ઍવોર્ડ મળ્યા બાદ ફિલ્મના દિગ્દર્શક મિખિલ મુસળેએ બૉલિવુડ તરફ પ્રયાણ કર્યું અને પહેલી ફિલ્મ રાજકુમાર રાવ, મૌની રૉય, બોમન ઇરાની, પરેશ રાવલ, અમાયરા દસ્તુર, સુમિત વ્યાસને લઈ મેડ ઇન ચાઇના બનાવી. ગુજરાતના દર્શકો નેશનલ ઍવોર્ડ વિનરની હિન્દી ફિલ્મ જોવા આતુર છે. અને એનું પહેલું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું.   ટ્રેલર એટલું જબરજસ્ત છે કે તમે ખડખડાટ હસ્યા વિના રહી શકશો નહીં.

રાજકુમાર રાવની આ ફિલ્મ કૉમેડીની ફ્લેવર તો આપે છે પણ એ સાથે કૉમર્શિયલાઇઝેશન પર જોરદાર કટાક્ષ પણ કરે છે. ફિલ્મમાં રાજકુમાર રાવ આન્ટ્રપ્રેન્યોરની ભૂમિકામાં છે અને ટ્રેલર જોઈ ખ્યાલ આવે છે. એના નવા નવા બિઝનેસ આઇડિયાઝ લોકોને પેટ પકડીને હસાવશે. ટ્રેલરની શરૂઆત પરેશ રાવલથી થાય છે જે રાજકુમાર રાવને ધંધાનું જ્ઞાન આપે છે.  જ્યારે બોમન ઇરાની ફરી એમના મુન્નાભાઈના ગેટઅપની યાદ અપાવી જાય છે. ટ્રેલરમાં મૌની રૉયને ખાસ દર્શાવી નથી પણ એની અને રાજકુમાર રાવની કેમિસ્ટ્રી ગજબની લાગી રહી છે.

મિખિલ મુસળે દિગ્દર્શિત ફિલ્મમાં રાજકુમાર રાવ, મૌની રૉય ઉપરાંત અમાયરા દસ્તુર, પરેશ રાવલ, બોમન ઇરાની અને સુમિત વ્યાસ પણ નજરે પડશે. ફિલ્મ આ વરસે દિવાળીના શુભ અવસરે રિલીઝ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here