થોડા દિવસ અગાઉ જેના પોસ્ટરને રિલીઝ કરાયું હતું એ લાઇફ મેં ટાઇમ નહીં હેનું ટ્રેલર મંગળવારે રાત્રે આઇનોક્સ થિયેટરમાં લૉન્ચ કરાયું હતું. કૃષ્ણા અભિષેક, શક્તિ કપૂર, ગોવિંદ નામદેવ, અંજન શ્રીવાસ્તવ, ગોપી ભલ્લા અને હેમંત પાડે જેવા કલાકાર હોય એટલે એ ફિલ્મમાં કૉમેડીનો તડકો તો રહેવાનો જ. ફિલ્મમાં સંયુક્ત પરિવારની હિમાયત કરવામાં આવી છે.
ફિલ્મમાં કલાકારોનો કાફલો છે. કૃષ્ણા અભિષેક, યુવિકા ચૌધરી, રજનીશ દુગ્ગલ, શક્તિ કપૂર, રાજપાલ યાદવ, હેમંત પાંડે, અંજન શ્રીવાસ્તવ, ગોવિંદ નામદેવ, ટીકુ તલસાણિયા, હિમાની શિવપુરી, ગોપી ભલ્લા ઉપરાંત અનેક કલાકારો પરદા પર જોવા મળશે. ફિલ્મ ૧૮ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. પૂજા મૂવીઝ એન્ડ ફન બેનર હેઠળ બનેલી ફિલ્મના નિર્માતા છે મનીશ રાંદેર, શ્યામસુંદર માલાની, રાજેશ રાંદેર, વિષ્ણુ સારદા અને સંજય ગર્ગ.
ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગમાં સુનીલ પાલ, બ્રાઇટના યોગેશ લાખાણી, પદ્મશ્રી અનુપ જલોટા સહિત અનેક મહાનુભાવો ઉપિસ્થત રહ્યા હતા.