જેની ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી એ મનોજ બાજપેયી અભિનીત વેબ સિરીઝ ધ ફૅમિલી મૅન આજે એટલે કે શુક્રવાર (૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯)ના રિલીઝ કરાઈ છે. ઍવોર્ડ વિનિંગ જોડી કૃષ્ણા ડીકે અને રાજ નિદીમોરૂ (સ્ત્રી, ગો ગોવા ગોન, શોર ઇન ધ સિટી ફેમ) દ્વારા નિર્મિત ધ ફૅમિલી મૅન દસ એપિસોડની સિરીઝ છે જે એમેઝોન પ્રાઇમ પર બસો દેશોમાં જોઈ શકાય છે.

ધ ફૅમિલી મૅન એક મજેદાર ડ્રામા થ્રિલર છે જે એક મધ્યમવર્ગીય વ્યક્તિની વાત છે. આ વ્યક્તિ નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીની એક ખાસ શાખા માટે કામ કરે છે. દેશને આતંકવાદીઓથી બચાવવાની કોશિશની સાથે એ એના પરિવારને ભારે તાણવાળી અને ઓછા પગારવાળી જાસૂસની નોકરીની અસરથી પરિવારને બચાવવાની કોશિશ કરતો રહે છે. સિરીઝમાં મનોજ બાજપેયી, પ્રિયામણિ, શારિબ હાશમી, શરદ કેલકર, નીરજ માધવ, ગુલ પનાગ, સંદીપ કિશન, સન્ની હિન્દુજા અને શ્રેયા ધન્વતરી સહિત અન્ય કલાકારોએ કામ કર્યું છે.

ધ ફૅમિલી મૅન એક મધ્યમવર્ગીય વ્યક્તિ શ્રીકાંત તિવારીની જીવની છે. જે મુંબઈમાં એની પત્ની અને બાળકો સાથે રહેતો હોય છે. શ્રીકાંત એનો મોટાભાગનો સમય પરિવાર અને રાષ્ટ્રીય જાસૂસી સંસ્થા માટે વીતાવતો હોય છે. શ્રીકાંત ખાસ જાસૂસી શાખામાં દેશ અને એના નાગરિકો પર થનારા આતંકવાદી હુમલાની ભાળ મેળવવા અને એ રોકવા અંગેના મિશન સાથે જોડાયેલો છે. દરમ્યાન શ્રીકાંત પોતાની જાતને એક કેસમાં ફસાયો હોવાનું જણાતા એણે પૂરૂં ધ્યાન એમાં કેન્દ્રિત કરવું પડે છે અને એના પરિવારને જીવનના ઉતાર-ચઢાવવાળી પરિસ્થિતિમાં ધકેલી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here