પંજાબી હિપહૉપ ફ્યુઝન શૈલીના નવાં ગીત ફિટ્ટે મુંહ સાથે ફરી એકવાર નયી પડોશન, વેલકમ બેક, રફૂચક્કર અને સોની સબ પર પ્રસારિત થતા શો દિલ દે કે દેખો ફેમ અસલમ શેખે દિગ્દર્શક તરીકે એન્ટ્રી કરી છે. નિર્માત્રી અનુરાધા સિંહ અને કો-પ્રોડ્યુસર પ્રિતેશ ઝાટકિયા દ્વારા નિર્મિત આલ્બમને તાજેતરમાં લૉન્ચ કરાયું હતું. ઍવોર્ડ વિનિંગ ગાયિકા અને પલ્લો લટકે ફેમ જ્યોતિકા તંગરી સાથે ઇન્ડો-કેનેડિયન હિપહૉપ સેન્સેશન ઇશ્ક બેક્ટરે ગાયેલાં ગીતનું સંગીત ડી.એચ. હાર્મનીનું છે.

વિડિયોમાં ૧૯૨૧ ફેમ એન્જેલા ક્રિસ્લિંઝકીની સાથે જાણીતા ટીવી સ્ટાર વિન રાણા સાથે જોવા મળે છે. સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી મહાભારત અને એક હસીના થી જેવા શો થકી પોતાની અભિનય પ્રતિભાનો પરિચય આપનાર વિન હાલ ઝી ટીવી પર પ્રસારિત થઈ રહેલી કુમકુમ ભાગ્યમાં પૂરબ ખન્નાની ભૂમિકા ઉપરાંત કલર્સ ટીવીના કવચ મહાશિવરાત્રિમાં કપિલની ભૂમિકા ભજવી રહ્યો છે.

ફિટ્ટે મુંહ અસલમનું ડિરેક્ટર તરીકેનું ૨૬મું વેન્ચર છે. અસલમે ઇવેન્ટમાં જણાવ્યું હતું કે, મેં દિગ્દર્શિત કરેલું છેલ્લું ગીત અધૂરે અધૂરે ચાર્ટબસ્ટર પુરવાર થયું હતું.  એ સાથે ઓન કેમેરા અને ઑફ કેમેરા બંને બિટ્સમાં કામ કરવાનો અનુભવ જબરજસ્ત રહ્યો. એક અભિનેતા તરીકે મને ખ્યાલ છે કે દિગ્દર્શકે તમામ નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here