બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના થયેલા અકુદરતી મૃત્યુને કારણે દેશ આખામાં શોકની લાગણી ફરી વળી હતી. સુશાંતના અવસાનને ત્રણ મહિનાનો ગાળો વીતી ચુક્યો હોવા છતાં એના ચાહકો અને પરિવારજનો આજે પણ અભિનેતાને યાદ કરી ભાવુક બની જાય છે. જોકે આ કેસની  તપાસ સીબીઆઈ, એનસીબી અને ઈડી જેવી એજન્સીઓ કરી રહી છે. પરંતુ પશ્ચિમ બંગાળથી જે સમાચાર આવ્યા છે એ સાંભળીને પરિવાર અને ચાહકોને ખુશ કરી દે એવા છે. સુશાંત સિંહ રાજપુતના ચાહક અને કલાકાર સુસાંતા રેએ એના પ્રિય અભિનેતાનું વૅક્સ સ્ટેચ્યુ બનાવ્યું છે.

મૂળ આસનસોલના કલાકારે ૧૭ સપ્ટેમ્બરે સુશાંતના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. મળતા અહેવાલ મુજબ સુશાંતના સ્ટેચ્યુને એક મ્યુઝિયમમાં રાખવામાં આવશે જે લોકો માટે ખુલ્લું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here