અનેક કલાકારોની ઉપસ્થિતિમાં શ્વેતા ખંદુરીના જન્મ દિવસની ઉજવણી થઈ
વન સ્ટોપ ફોર લવ, શર્માજી કી લગ ગઈ અને બાલવીર રીટર્ન્સ જેવી ફિલ્મો અને સિરિયલની જાણીતી અભિનેત્રી શ્વેતા ખંડુરીએ આજે (૨૩ મે, ૨૦૨૨)ના એનો જન્મદિવસ બોલીવુડ અને ટેલિવૂડમાંની હસ્તીઓની ઉપસ્થિતિમાં ઉજવ્યો હતો.
બોલીવુડ અને ટેલિવૂડના જાણીતા કલાકારો નિશાંત મલકાની, ન્યારા એમ. બેનર્જી, મૃણાલ સેન, સારા, અજય જયસ્વાલ, રીના બારોટ, આદિત્ય સિંહ રાજપૂત, દીપક મુકુટ, સિદ્ધાર્થ કશ્યપ, જીતુ સવલાની સહિતના અનેક કલાકાર કસબી પાર્ટીમાં ઉપસ્થિત રહ્યા હતા.