શાહરૂખ ખાને તાજેતરમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ૨૭ વરસ પૂરા કર્યા એ અંગે એક વિડિયો પણ શેર કર્યો હતો. આને પગલે જાણીતા ક્રિકેટર સચીન તેન્ડુલકરે એકદમ ફિલ્મી અંદાજમાં વધામણા આપ્યા હતા. શાહરૂખે ૨૫ જૂને પોસ્ટ કરેલા વિડિયોની પ્રતિક્રિયા શનિવારે આપી હતી. સચીને ટ્વીટ કર્યું કે, પ્રિય બાઝીગર, ડોન્ટ ચક દે હેલમેટ. જબ તક હૈ જાન તબ તક બાઇક પર ઇસકા ઇસ્તેમાલ કરેં. ૨૭ વરસ પૂરા કરવા માટે વધામણા. ટૂંક સમયમાં મુલાકાત થશે મારા દોસ્ત.

આ વિડિયોમાં શાહરૂખે એની પહેલી ફિલ્મ દીવાનાના એના એન્ટ્રી સીનને રીક્રિએટ કર્યો હતો. શાહરૂખે કહ્યું, આ એક સંજોગ છે કે એક મોટરસાઇકલ કંપનીના મારા મિત્રોએ ૨૭ વરસ પહેલા દીવાનામાં કરેલા સ્ટંટ્સને અજમાવવા માટે બે મોટર સાઇકલ મોકલી હતી. હું એવું કરવા જઈ રહ્યો છું, પણ આ વખતે થોડું અલગ છે. હું એ નક્કી કરીશ કે હું હેલ્મેટ પહેરૂં. બાઈક ચલાવતા હંમેશ હેલ્મેટ પહેરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here