ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ કંઇક ખાસ કરવા માટે મુકુલ ચઢ્ઢા અભિનીત સિરીઝ ધ ઑફિસ સાથે જોડાયો. યુવીનું કહેવું છે કે એને માટે શૂટિંગનો અનુભવ ઘણો મજેદાર અને રોમાંચક રહ્યો. જાણવા મળ્યા મુજબ યુવરાજે હૉસ્ટાર સ્પેશિયલની સિરીઝ ધ ઑફિસ માટે કંઇક રોમાંચક કરવાનો પ્રયાસ કર્યો છે. યુવરાજે કહ્યું કે, મેં કંઇક એવું કર્યું છે જે મજેદાર અને રોમાંચક છે. હું હૉટસ્ટાર સ્પેશિયલના નવા શો ધ ઑફિસમાં શું કરી રહ્યો છું એ અંગેની ઉત્સુકતાનો આજે અંત આવ્યો છે.

યુવકાજે કહ્યું, શોના કલાકારો સાથે કંઇક ખાસ માટે શૂટિંગ કરતી વખતે મેં ઘણી મોજ કરી અને મને આશા છે કે દર્શકો પણ આનંદ માણશે.

ધ ઑફિસની ટીમ સાથેનો યુવરાજનો એક વિડિયો શનિવારે રિલીઝ કરાયો. વિડિયોમાં એ મુકુલના પાત્રનો સાક્ષાત્કાર કરાવતા અને ક્રિકેટના એના કરિયરને યાદ કરતો જોઈ શકાય છે. વિડિયોનો ટોન કૉમેડી છે. એમાં ગોહર ખાન, રણવીર શૌરી, ગોપાલ દત્ત, સયાનદીર સેનગુપ્તા, સમૃદ્ધિ દેવન, પ્રિયંકા સેતિયા, અભિનવ શર્મા, ગેવિન મેથાલકા, પ્રીતિ કોચર, સુનીલ જેટલી, નેહપાલ ગૌતમ અને મયૂર બંસીવાલ પણ મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here