સુહાના શાહરૂખ ખાન છેલ્લા થોડા દિવસોથી ક્યારેક ડાન્સ તો ક્યારેક એના ફોટાઓને કારણે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે સુહાનાએ એના પેરન્ટ્સનું નામ રોશન કર્યું છે. જો તમે પણ શાહરૂખ ખાનના ડાઇહાર્ટ ફૅન હો તો સુહાનાના ન્યુઝ સાંભળી તમે પણ આ પરિવારના આનંદમાં સામેલ થશો.

બૉલિવુડના સૌથી વધુ ફેન્સ ફોલોઇંગ ધરાવતી સ્ટાર કિડ સુહાનાએ ગ્રેજ્યુએશન પૂરૂં કર્યું છે. એ સાથે એને આ અવસરે કૉલેજ દ્વારા સન્માનિત પણ કરાઈ. સુહાનાની મા ગૌરી ખાને સોશિયલ મીડિયા પર ફોટો શેર કરવાની સાથે આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેમની દીકરી સુહાના હવે ઑફિશિયલી ગ્રેજ્યુએટ થઈ છે.

સુહાનાએ લંડનની આર્ડિંગલી કૉલેજથી ગ્રેજ્યુએશન પૂરૂં કર્યું છે. કૉલેજના છેલ્લા દિવસે શાહરૂખ અને ગૌરી બંને સુહાના સાથે હતાં. સુહાનાને ગ્રેજ્યુએશનની સાથોસાથ કલ્ચરલ એક્ટિવિટીઝમાં આપેલા યોગદાન બદલ સન્માનવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here