સલમાન ખાને પ્રભુ દેવા દિગ્દર્શિત ફિલ્મ રાધેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સલમાને શુક્રવારે એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પ્રભુ દેવા, દિશા પટની, જેકી શ્રોફ, સોહેલ ખાન, રણદીપ હુડ્ડા અને અતુલ અગ્નિહોત્રી સાથેનો એનો ફોટો રિલીઝ કર્યો હતો. બધાએ ફિલ્મના ક્લેપ બોર્ડ સાથે પોઝ આપ્યો હતો. સલમાને ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું, ઔર સફર શુરૂ હુઆ…#રાધેઈદ૨૦૨૦.

રાધેમાં ફરી એકવાર સલમાન એક પોલીસ ઑફિસરની ભૂમિકામાં નજરે પડશે. ફિલ્મમાં સલમાન ખાન એક ખુફિયા પોલીસ અધિકારીની ભૂમિકામાં દર્શકોનું મનોરંજન કરશે. સોહેલ ખાન દ્વારા નિર્મિત ફિલ્મ રાધે આવતા વરસે ઈદ નિમિત્તે રિલીઝ થશે.

તાજેતરમાં સલમાન ખાને જણાવ્યું હતું કે રાધે આ કેટેગરીમાં બનેલી ફિલ્મોની બાપ હશે. એણે વધુમાં કહ્યું કે, ૨૦૦૩માં આવેલી તેરે નામ ફિલ્મમાં મારા પાત્રનું નામ રાધે હતું. ૨૦૦૯માં આવેલી વૉન્ટેડ ફિલ્મમાં પણ મારા પાત્ર માટે આજ નામનો ફરી ઉપયોગ કર્યો. જોકે રાધે એક અલગ પ્રકારની જ ફિલ્મ છે અને એને વૉન્ટેડ સાથે કોઈ લેવા દેવા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here