સત્યા, સરકાર, વૉન્ટેડ, જમાનત, શૂટ આઉટ એટ વડાલા, જય હો જેવી અનેક ફિલ્મોમાં નેગેટિવ કેરેક્ટર કરનાર અભિનેતા રાજુ પી. માવાણીનું ૩૧ ઓક્ટોબરે સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ અવસાન થયું હતું. તેઓ છેલ્લા ત્રણ વરસથી કેન્સરની બિમારીને લડત આપી રહ્યા હતા.

રાજેન્દ્ર પી. માવાણી એટલે કે રાજુ માવાણી માત્ર અભિનેતા જ નહોતા, પણ તેમણે ચાર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું જેમાં ૧૯૯૬માં રિલીઝ થયેલી સુનીલ શેટ્ટી અભિનીત રામ ઔર શ્યામ, સુનીલ શેટ્ટી અને સૈફ અલી ખાન સ્ટારર સુરક્ષા, અનુરાધા. ઇસકી ટોપી ઉસકે સિર જેવી ફિલ્મો સામેલ છે.

રાજુ માવાણીએ અનેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું જેમાં મિથુન ચક્રવર્તી સ્ટારર ઇલાકા, સની દેઓલ અભિનીત ઇમ્તિહાન જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. એક નિર્માતા તરીકે રાજુ માવાણીએ જ સુનીલ શેટ્ટીને તેમની ફિલ્મ બલવાનમાં બ્રેક આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here