બૉલિવુડના પીઢ કલાકાર રિશી કપૂર ઘણા મહિનાથી ન્યુયોર્કમાં સારવાર લઈ રહ્યા હતા. હવે તેમના ચાહકો માટે એક આનંદદાયક સમાચાર આવ્યા છે કે તેઓ પૂરા નવ મહિના બાદ સિલ્વર સ્ક્રીન પર પાછા ફરી રહ્યા છે. રિશી કપૂરની ફિલ્મ ઝૂઠા કહી કા ૧૯ જુલાઈએ રિલીઝ થઈ રહી છે. સમીપ કાંગ દિગ્દર્શિત ફિલ્મમાં રિશી કપૂર ઉપરાંત જિમી શેરગિલ, લિલિટ દુબે, ઓમકાર કપૂર અને મનોજ જોશી પણ નજરે પડશે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેમના ટ્વીટર અકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટરની સાથે એની રિલીઝ ડેટ પણ શેર કરી છે.

કેન્સરને માત આપનાર પીઢ કલાકાર સારવાર માટે પત્ની નીતુ સિંહ સાથે હજુ ન્યુ યોર્કમાં છે. થોડા દિવસ અગાઉ પિતાને મળવા ન્યુ યોર્ક ગયેલી રિદ્ધિમા સાહનીએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેનો એક ફોટો શેર કર્યો હતો. તો અમેરિકા ગયેલા અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા પણ રિશીને મળવા ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here