17 જાન્યુઆરીથી જયપુરસ્થિત મહારાણા પ્રતાપ ઑડિયોરિયમ ખાતે સાંજે પાંચ વાગ્યે જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમની યોજાઈ રહી છે. આ કાર્યક્રમ દરમ્યાન બૉલિવુડના જાણીતા કલાકાર પ્રેમ ચોપરાને જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ-2020 દ્વારા એવરગ્રીન સ્ટાર અચીવમેન્ટ ઍવોર્ડથી નવાજવામાં આવશે.

જયપુર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ટ્રસ્ટ અને આર્યન રોઝ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જયપુરઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (જિફ) 17થી 21 જાન્યુઆરી દરમ્યાન યોજાશે. આ વરસે ફેસ્ટિવલની ફિલ્મો શહેરના આયનોક્સ સિનેમા હૉલમાં દર્શાવાશે. તો સિને જગત સાથેસંકળાયેલી વિવિધ ચર્ચાઓ અને સંવાદ ક્લાર્કસ આમેર હોટેલ સહિત અન્ય સ્થળોએ થશે. આ વરસે 69 દેશોની 240 ફિલ્મો દર્શાવવામાં આવશે.

23 સપ્ટેમ્બર 1935ના જન્મેલા પ્રેમ ચોપરા ભારતીય ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો છે. તેમની લ9ગભગ 60 વરસની કારકિર્દી દરમ્યાન 380થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. રાજેશ ખન્નાની અનેક ફિલ્મોમાં તેમણે મુખ્ય ખલનાયકના પાત્ર ભજવ્યા છે, જેને આજ સુધી દર્શકો ભૂલ્યા નથી.

લાહોરમાં જન્મેલા અને શિમલામાં ભણતર પૂરૂં કરનાર પ્રેમ ચોપરાને કૉલેજકાળથી અભિનયનો નાદ લાગ્યો હતો. પરિવારને અભિનય કારકિર્દી પસંદ ન હોવા છતાં પ્રેમ એમના સપના સાકાર કરવા માટે મક્કમ હતા. અને અભિનેતા બનવા તેમણે મુંબઈની વાટ પકડી.સંઘર્ષના દિવસોમાં ઘર ચલાવવા તેમણે એક ન્યુઝ પેપરમાં પણ કામ કર્યું. મનોજ કુમારની ફિલ્મ શહીદમાં સુખદેવનું પાત્ર ભજવ્યા બાદ જાણીતા બનેલા પ્રેમ ચોપરા મનોજ કુમારની જ 1967માં આવેલી ફિલ્મ ઉપકારમાં ભારત (મનોજકુમાર)ના ભાઈ પૂરન કુમારનું નેગેટિવ કેરેક્ટર ભજવી પોતાની આગવી ઓળખ બનાવી. આ ફિલ્મ બાદ પ્રેમ ચોપરાએ પાછું વળીને જોયું નથી.

તેમની ફિલ્મોની યાદી પર નજર કરીએ તો શહીદ, વો કૌન થી, ઉપકાર, દો રાસ્તે, દો અન્જાને, કટી પતંગ, કાલા ના, દોસ્તાના, ક્રાંતિ, જાનવર, તીસરી મંજિલ, પ્રેમ પુજારી, યાદગાર, હિમ્મત, પૂરબ ઔર પશ્ચિમ, અજનબી, બેનામ, દો જાસૂસ, ડ્રીમ ગર્લ, દેશ પરદેશ, કોઈ મિલ ગયા, બંટી ઔર બબલી, પટિયાલા હાઉસ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. પ્રેમ ચોપરાના હિસાબે તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં કુંવારી, સિંદર-એ-આઝમ, શહીદ, જાદુ ટોના અને ચોરી ચોરી ચુપકે ચુપકેનો સમાવેશ થાય છે.હકીકતમાં પ્રેમ ચોપરા હીરો બનવા આવ્યા હતા પણ દર્શકોએ તેમને વિલન તરીકે અપનાવ્યા અને એ જ તેમની ઓળખ બની ગઈ. 1976માં તેમને દો અન્જાને માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા તરીકેનો ફિલ્મ ફેર ઍવોર્ડ મળ્યો હતો.

પ્રેમ ચોપરાની દીકરી રિતિકા નંદાએ તેમની આત્મકથા પણ લખી છે જે પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપરા નામે પ્રસિદ્ધ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here