બૉલિવુડના અનેક સિતારાઓએ હૉલિવુડમાં પણ તેમનું નામ ગજવ્યું છે. આ યાદીમાં એક અભિનેત્રીનો ઉમેરો થઈ રહ્યો છે. ટેલિવુડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી હૉલિવુડના એક પ્રોજેક્ટ સાથે સંકળાઈ છે. પંદરેક દિવસ પહેલાં જેક સ્નાઇડરની ફિલ્મ આર્મી ઑફ ધ ડેડનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે હુમાની ઝલક જોઇ એનું પાત્ર કેવું છે એ જાણવા દર્શકો ઉત્સુક હતા.
હવે શુક્રવારે મોડી રાતે હુમાએ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. એના સોલો પોસ્ટરમાં હુમા ગીતાના કિરદારમાં દમદાર લાગી રહી છે. ૨૧ મેના નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહેલી ફિલ્મમાં હુમા સાથે ડેવ બ્યૂટિસ્ટા, એલા પુર્નેલ, ઓમરી હાર્ડવિક અને એના ડી લા રેગુએરા પણ મહત્ત્વની ભૂમિકામાં છે.