તાજેતરમાં શાહરૂખ ખાનના બૉડી ડબલ પ્રશાંત વાલ્દેની ફિલ્મ પ્રેમાતુરનું પોસ્ટર અને ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. પંદર વરસથી શાહરૂખ ખાનના બૉડી ડબલ તરીકે કામ કરનાર પ્રશાંત વાલ્દે માત્ર બૉડી ડબલ નથી પણ અભિનેતા અને ફિલ્મ સર્જક પણ છે. તેમની ફિલ્મ પ્રેમાતુર 7 મે 2021ના રિલીઝ થવાની હતી પણ કોરોના મહામારીને કારણે રજૂઆત મુલતવી રખાઈ છે.
જોકે રિલીઝ માટે ઉત્સાહિત પ્રશાંતે થોડા દિવસ અગાઉ સ્ટાર કાસ્ટ સાથે પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યુ હતું. પ્રશાંતે શાહરૂખ સાથે ઓમ શાંતિ ઓમ, ડૉન, ચન્નઈ એક્સપ્રેસ, ડિયર જિંદગી, રઈસ, ફૅન જેવી અનેક ફિલ્મોમાં કિંગ ખાનના બૉડી ડબલ તરીકે કામ કર્યુ છે. અભિનયમાં પણ માહેર પ્રશાંતે પહેલી ફિલ્મનું પ્લાનિંગ કર્યું તો એ શાહરૂખ ખાનને ડેડિકેટ કરી છે. પ્રશાંત વાલ્દેની પહેલી ફિલ્મ પ્રેમાતુર રોમાન્ટિક, થ્રિલર, હૉરર ફિલ્મ છે. ફિલ્મમાં પ્રશાંત સાથે હેતા શાહ, કલ્યાણી કુમારી, શ્રીરાજ સિંહ, શાંતનુ ઘોષ, અમિત સિન્હા, વીર સિંહ અને બિંધ્યા કુમારી મહત્ત્વની ભૂમિકામાં છે.
અનુગ્રહ એન્ટરટેઇન્મેન્ટ બેનર હેઠલ બનેલી ફિલ્મ પ્રેમાતુરના દિગ્દર્શક સુમિત સાગર છે તો કથા-પટકથા-સંવાદ પ્રશાંત વાલ્દેના છે. ગીતો આતી ક્યા ખંડાલા ફૅમ નિતિન રાયકરના છે. ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં થયું છે. પ્રશાંતે જણાવ્યુ હતું કે દેશમાં કોરોનાની પરિસ્થિતિ સુધર્યા બાદ ફિલ્મ રિલીઝની નવી તારીખ જાહેર કરશે.
ફિલ્મનું ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો