પ્યાર કા પંચનામાથી ખ્યાતિ મેળવનાર અભિનેત્રી લૉકડાઉન દરમ્યાન પણ અનેક કારણોસર ચર્ચામાં રહી હતી. હમણાં લૉકડાઉનને કારણે ઇન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ છે ત્યારે નુસરત એક ફિલ્મ સાઇન કરીને ચર્ચામાં આવી છે. ગુરૂવારે રાત્રે નુસરતે એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટર રિલીઝ કરવાની સાથે જણાવ્યું કે એ વિશાલ ફુરિયા દિગ્દર્શિત હૉરર ફિલ્મ છોરી કરી રહી છે.

છોરી અંગે જણાવતા નુસરત કહે છે કે, હૉરર જૉનર મને હંમેશ એક્સાઇટ કરતું રહ્યું છે. છોરી એક એવી ફિલ્મ છે જે સમાજને અરીસો બતાવવાનું કામ કરશે. હું વિશાલ સાથે ઘણા સમયથી કામ કરવા માંગતી હતી અને મને આનંદ છે કે અમે આખરે છોરીમાં સાથે કામ કરી રહ્યા છીએ. છોરી મારા માટે ઘણી સ્પેશિયલ ફિલ્મ છે.

એ સાથે નુસરત ભરૂચાએ જણાવ્યું કે નિર્માતા વિક્રમ મલ્હોત્રાએ હંમેશ સારી ફિલ્મોને સપોર્ટ કર્યો છે. એટલું જ નહીં, તેમની ફિલ્મોમાં મહિલા પાત્રો સશક્ત હોય છે.

નુસરત ભરૂચા છેલ્લે આયુષ્માન ખુરાના સાથે ડ્રીમ ગર્લમાં દેખાઈ હતી જે સુપરહિટ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here