બહુમુખી અભિનેત્રી નોરા ફતેહી એની આગામી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3-ડી અંગે ઘણી ઉત્સાહિત છે. રેમો ડિસોઝા દિગ્દર્શિત ફિલ્મ માત્ર ડાન્સ વિશે જ નથી, પરંતુ કલાકારોનો લૂક પણ ફિલ્મમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે.

નોરાનો લૂક હકીકતમાં ફિલ્મનો ટૉકિંગ પોઇન્ટ હશે કારણ, એને ખાસ કરીને પાત્રને ધ્યાનમાં રાખીને આ લૂક આપવામાં આવ્યો છે. ફિલ્મમાં નોરા એક ડાન્સરની ભૂમિકામાં છે, સ્ટ્રીટ ડાન્સર 3-ડીમાં એના પાત્રને એવી વ્યક્તિ તરીકે દર્શાવી છે જે ઘણી મજબૂત અને આત્મવિશ્વાસથી ભરપુર છે. અને એના લૂકને એ રીતે ડિઝાઇન કરાયો છે કે નોરાના પાત્રને સ્ગ અને એટિટ્યુડ આપે છે.

નોરા લંડનમાં ભણેલી-ઉછરેલી ભારતીય યુવતીનું પાત્ર ભજવી રહી છે. આ પાત્ર ફિલ્મને જીવંત બનાવવાની સાથે ઉર્જાથી ભરી દે છે. નોરા ઘણી સ્પોર્ટી અને બૉલ્ડ છોકરીનું પાત્ર ભજવી રહી છે જેની પાસે આત્મવિશ્વાસનો ભંડાર છે. ઉપરાંત ફિલ્મમાં એક અલગ અંદાજમાં, એના લાલ વાળો સાથે નજરે પડશે.

આ ફિલ્મથી એનું સપનું સાકાર થયું છે. નોરાએ એના પાત્રને સાકાર કરવા ઘણી મહેનત કરી છે અને ફિલ્મમાં એણે કેવા દેખાવાનું છે, એના કપડાં, એના વાળ અને કેવી રીતે સામાનનો ઉપયોગ ફિલ્મમાં કરવાનો છે એ તમામ વાતો પર નોરા ફતેહીએ ભારે જહેમત ઉઠાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here