દસેક વરસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મૂળ જામનગરના કેશવ આર્ય તેમની અનેક ઍવોર્ડ વિજેતા રિલીઝ થઈ રહી હોવાથી ઘણા ઉત્સાહિત છે. ફિલ્મ અંગે જણાવતા તેમણે કહ્યું કે, ફિલ્મ શરૂ થઈ ત્યારથી મને તમામ કલાકાર-કસબીઓનો પૂરો સહયોગ મળ્યો હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે આટલા ઍવોર્ડ મેળવી શક્યો છું. હવે મારા નિર્માતા દિનેશ આહિર, ભરત કવાડ, દીપક વશિષ્ઠ અને કૉ-પ્રોડ્યુસર અક્ષય યાદવના પૂરા સાથ-સહકારને કારણે ફિલ્મ 3 જાન્યુઆરીએ ભારતભરમાં રિલીઝ થઈ રહી છે. આ પ્રસંગે કેશવ આર્યએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 14 ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ ચુકેલી અંતર્વ્યથાને બેસ્ટ ડેબ્યુ ફિલ્મ મેકર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર સહિત આઠ ઍવોર્ડ મળી ચુક્યા છે.

જ્યારે અભિનેતા હેમંત પાંડેએ જણાવ્યું કે ફિલ્મનો વિષય મારી તમામ ફિલ્મો કરતા એકદમ નિરાળો છે. અમે પોલીસકર્મીઓ છીએ અને અમારા રોચક સીન છે.

જ્યારે ગુલશન પાંડેએ કહ્યું કે કૉર્પોરેટ સિસ્ટમને કારણે નાની ફિલ્મો બનાવવી અને રિલીઝ કરવી મુશ્કેલ બન્યું છે. પરંતુ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકની ભારે જહેમતને કારણે ફિલ્મ થિયેટર સુધી પહોંચશે. તો કુલદીપ સરીનનું કહેવું છે કે પૂરી ટીમે ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે અને હું ચાતી ઠોકીને કહીશ કે ફિલ્મની વાર્તા ક્યાંક તમારા જીવનને સ્પર્શતી હશે.

ફિલ્મમાં કબીરે ફૅમ તોચી રૈનાએ સંગીત આપ્યું છે. તોચીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે એણે બાર વરસની ઉંમરે જ ઘર છોડી દીધું હતું, બડે ગુલામ અલી ખાં મારા ઉસ્તાદ છે. આજે પણ સવારે ત્રણ વાગ્ય ઉઠીને રિયાઝ કરૂં છું. આજે જે પ્રકારેના ગીતો બને છે એ ચિંતાનો વિષય છે. આજનો સાઉન્ડ તમને બેચેન કરી દે એવો હોય છે.

ફિલ્મની વાર્તા અંગે જણાવતા કેશવ આર્યાએ જણાવ્યું કે, દરેક ઇન્સાનની અંતર્વ્યથા હોય છે અને આજ એક લાઇનને કેન્દ્રમાં રાખી ફિલ્મનું નિર્માણ કરાયું છે. આપણે નાનપણમાં અવારનવાર ખોટું બોલી નાખીએ છીએ, પરંતુ મનમાં એવું થાય છે કે આપણે જૂઠું બોલ્યા છીએ અને એનો ભાર આખી જિંદગી વેંઠારિયે છીએ. આપણી ભૂલો બીજા લોકોથી તો છુપાવી શકીએ છીએ પણ પોતાની જાતથી ચુપાવી શકતા નથી. આપણી ભૂલોને કારણે થતી વેદના આપણે જ ઝેલવી પડ છે. અને એને માટે આપણે આપણી જાત સાથે દલીલો કરવી પડે છે. આ વાત અમે ફિલ્મમાં દર્શાવી છે.

ફિલ્મના દિગ્દર્શક અને અભિનેતા કેશવ આર્યએ અંતમાં જણાવ્યું કે ફિલ્મના નિર્માણથી લઈ રિલીઝ સુધી અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો પણ આખરે અમે અંતર્વ્યથા 3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here