સ્વાતંત્ર્ય દિને રિલીઝ થઈ રહેલી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયામાં મુખ્ય પાત્ર ભજવતા અજય દેવગણનો ફર્સ્ટ લૂક રિલીઝ કરાયો છે. અજય એર ફોર્સના અધિકારીના ગેટઅપમાં દેખાઈ રહ્યો છે અને એના બેકડ્રોપમાં ફાઇટર પ્લેન ઊભું છે. ફિલ્મમાં અજય સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકની ભૂમિકા ભજવી રહ્યો છે. 1971માં થયેલા ભારત-પાક યુદ્ધ પર આધારિત ફિલ્મમાં કચ્છની સો મહિલાઓ વિજ્ય કર્ણિકના માર્ગદર્શન હેઠળ એક રાતમાં હવાઈ હુમલામાં તૂટી ગયેલા એરફોર્સના એરપોર્ટનો રન-વે રિપેર કરે છે એની વાત આલેખવામાં આવી છે.

પોલીસ અધિકારીની ભૂમિકા અનેકવાર ભજવી ચુકેલો અજય દેવગણ પહેલીવાર ભારતીય હવાઈ દળના ઑફિસર તરીકે ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયામાં જોવા મળશે. ટા-સિરીઝના ભૂષણ કુમાર દ્વારા નિર્મિત અને અભિષેક દુધૈયા દિગ્દર્શિત ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત રાણ દગુબત્તી, સોનાક્ષી સિંહા, સંજય દત્ત, અમ્મી વિર્ક અને પ્રણીતા સુભાષ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આ વરસે સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યા, 14 ઓગસ્ટ 2020ના રિલીઝ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here