બૉલિવુડની અદાકારા નીના ગુપ્તા સેલ્ફ આઇસોલેશનનો સૌથી સારો ઉપયોગ કરી રહી છે. શુભ મંગલ સાવધાન અને બધાઈ હોની અભિનેત્રીએ તાજેતરમાં એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વિડિયો શેર કરવાની સાથે જણાવ્યું કે એ પતિ વિવેક મહેરા સાથે સેલ્ફ ક્વૉરન્ટાઇનમાં ગયા છે. નીના ગુપ્તા જ નહીં, બૉલિવુડના અનેક કલાકારો કોરોનાથી બચવા સેલ્ફ ક્વૉરન્ટાઇનમાં રહેવાનું પસંદ કર્યું છે. મોટા ભાગના કલાકારો તેમના ઘરે સમય વ્યતીત કરી રહ્યા છે. જોકે નીના ગુપ્તાએ ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં વિવેક સાથે ક્વૉરન્ટાઇનમાં રહેવાનું નક્કી કર્યું.

નીના ગુપ્તાએ મુક્તેશંવરથી એક ફોટો શેર કર્યો છે જેમાં એ પતિ પાસે ચંપી કરાવી રહી છે. ફોટોમાં નાના એક ખુરસી પર બેઠી છે અને પતિ વિવેક પાસે માથામાં માલિશ કરાવી રહી છે. વિવેક પણ પત્નીની સેવાનો આનંદ માણી રહ્યા છે. આ ફોટો શેર કરવાની સાથે નીનાએ કેપ્શનમાં લખ્યું હતું, પતિ કો ઇસ્તમાલ કરોના. નીનાનો આ મજેદાર ફોટો જોઈ અનેક મહિલાઓને ઇર્ષા પણ થઈ રહી છે.