2015માં આવેલી કલમાન ખાન સ્ટારર બજરંગી ભાઈજાને બૉક્સ ઑફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા. આજે પણ બજરંગી ભાઇજાન જોનારાના દિલ ખુશ થઈ જાય છે. ફિલ્મમાં બજરંગી ભાઈજાનના પાત્ર માટે સલસમાન ખાનની ઘણી પ્રશંસા થઈ હતી તો મુન્નીનું પાત્ર ભજવી હર્ષાલી મલ્હોત્રાએ લાખો લોકોના દિલ જીતી લીધા હતા.

આજે બજરંગી ભાઈજાનની રિલીઝના પાંચ વરસ બાદ એ ટબુકડી હર્ષાલી કેવી દેખાય છે એ જાણવાની ઇચ્છા ઘણાને હશે. હાલ અગિયાર વરસની થયેલી હર્ષાલી કોરોના વાઇરસને પગલે ઘરે રહીને એના શોખ પૂરા કરી રહી છે. ક્યારે પેઇટિંગ બનાવે તો ક્યારે એના માનીતા પેટ સાથે રમતી જોવા મળે છે.

મુન્ની ભલે અગિયાર વર્ષની જ હોય પણ ઘણી મેચ્યોર લાગી રહી છે. અતિશય સ્ટાઇલિશ હર્ષાલીને વેસ્ટર્ન અને ટ્રેડિશનલ આઉટફિટમાં ફોટોશૂટ કરાવવાનું ઘણુ પસંદ છે.