ચીન બાદ ઇટલી-ફ્રાન્સ-ઇરાન-અમેરિકા સહિત અનેક દેશઓમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ભારતમાં પણ એનો પગ પેસારો કરી રહ્યો છે. જોકે ભારતમાં હજુ કોરોના સંક્રમિત દરદીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. અને સરકારે કોરોના વાઇરસ ફેલાય નહીં એ માટે અનેક સાવચેતીનાં પગલાં જાહેર કર્યા છે. વડાપ્રધાનથી લઈ બૉલિવુડના સ્ટાર્સ પણ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ લોકો એનો અનાદર કરી રહ્યા છે. લૉકડાઉન હોવા છતાં અનેક લોકો ઘરની બહાર આવી ભીડ કરી રહ્યા છે. ટીવી ચૅનલો પર દેશભરના અહેવાલો જોઈ એવું લાગી રહ્યું છે કે લોકો હજુ કોરોના વાઇરસને ગંભીરતાથી લઈ રહ્યા નથી. આને પગલે બૉલિવુડ સ્ટાર અક્ષય કુમારે લૉકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓને કડક શબ્દોમાં સમજાવવાની કોશિશ કરવાની સાથે કહ્યું હતું કે હાલ તેમનો જીવ તાળવે ચોંટેલો છે.

અક્ષયે વિડિયો પોસ્ટ કરવાની સાથે કહ્યું કે, લૉકડાઉનના સમયગાળઆ દરમ્યાન ઘરની બહાર નીકળીને તમે તમારી સાથે તમારા પરિવાર અને અન્યોની જિંદગી પણ જોખમમાં મુકી રહ્યા છે. અક્ષય કુમારે વધુમાં જણાવ્યું કે હું હંમેશ મરા દિલની વાત પ્રેમથી કરતો હોઉં છું, પણ આજે એટલો ગુસ્સો આવી રહ્યો છે કે કોઈ ખોટા શબ્દનો પ્રયોગ કરૂં તો મને માફ કરજો.

ઘરની બહાર નીકળનારાઓને આડે હાથ લેતા અક્ષયે કહ્યું કે, શુ અમુક લોકોનું મગજ ખસકી ગયું છે કે શું? કોને લૉકડાઉનનો અર્થ નથી સમજાતો? લૉકડાઉન એટલે ઘરમાં રહો. પોતાના પરિવાર સાથે રહો. રસ્તા પર ભટકવાને શું બહાદુરી સમજી રહ્યા છો તમે બધા. બધી બહાદુરી હવામાં ઉડી જશે. તમે તો હોસ્પિટલ ભેગા થશો અને તમારા પરિવારને પણ લેતા જશો. ધ્ય.ન નહીં રાખો તો કોઈ નહીં બચે. હાથ જોડીને વિનંતી કરૂં છું કે દિમાગથી કામ લો. હું ફિલ્મોમાં સ્ટંટ કરૂં છું, ગાડીઓ ઉડાઉં છું, હેલિકોપ્ટરથી લટકું છું, પણ સાચું કહું તો આ પરિસ્થિતિમાં જીવ તાળવે ચોંટ્યો છે. આ સમય મજાકનો નથી, આ બિમારીને કારણે બધાની હાલત ખરાબ છે. તમારા પરિવારના હીરો બની શકો છો તમે, જિંદગીના ખિલાડી બનો.

અક્ષય કુમારનો વિડિયો જોવા લિન્ક પર ક્લિક કરો

https://youtu.be/mfV5dQ0iJXo