જયંત ગિલાટર દ્વારા દિગ્દર્શિત ગુજરાત-11 ફિલ્મના બે પ્રીમિયર અમદાવાદ અને મુંબઈ ખાતે યોજાયા હતા. અમદાવાદ ખાતે ગુજરાતીમાં બનેલી પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ જોવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉમટી પડી હતી. તો મુંબઈ ખાતે બૉલિવુડ સ્ટાર્સ ઢોલિવુડની અનોખા વિષય સાથેની ફિલ્મ જોવા ઉમટી પડ્યું હતું. બૉલિવુડની હીરોઇન જેણે પોતાની કરિયર સલમાન ખાનની ફિલ્મ જય હોથી શરૂ કરી હતી એ ગુજરાતણ ડેઝી શાહે ગુજરાત-11થી ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરી છે. ફિલ્મમાં ડૈઝીએ ઇન્સ્પેક્ટર દિવ્યા ચૌહાણની ભૂમિકા ભજવી છે.

ફિલ્મની વાર્તા બાળ ગુનેગારોને જ્યાં રાખવામાં આવે છે એ જુવેનાઇલ હૉમથી શરૂ થાય છે. બાળ ગુનેગારોની જેલ જ્યાં તેમને ગુનાખોરીની દુનિયામાંથી બહાર નીકળવા માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. સમાજથી તિરસ્કૃત આ બાળકો માનવીય હૂંફ માટે તરસતા હોય છે. સંજોગવશાત ગુનો કરી બેસનાર આ બાળકોમાં પણ શક્તિનો ભંડાર હોય છે. જરૂર હોય છે તેમને સમજી એ શક્તિને દુનિયા સુધી પહોંચાડનાર વ્યક્તિની. ગુજરાતીમાં શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ગુજરાત-11માં પણ આ વાત આલેખવામાં આવી છે.

આવા એક જુવેનાઇલ હૉમમાં ફરજ બજાવવા આવેલી ઇન્સ્પેક્ટર દિવ્યા ચૌહાણ અનેક અવરોધો પાર કરી બાળકોને ફૂટબૉલની તાલીમ આપી આંતરરાજ્ય ફૂટબૉલ કોમ્પિટિશન માટે તૈયાર કરે છે. જુવેનાઇલ હૉમમાં રહેતા બાળકોનો આત્મવિશ્વાસ વધારી ફૂટબૉલની રમતમાં નિપૂણ બનાવી સ્પર્ધામાં ભાગ લેવડાવે છે. અને પછી શું થાય છે એ તો હાલ થિયેટરમાં ધૂમ મચાવી રહેલી ફિલ્મ ગુજરાત-11 જોઈને જ જાણવું પડે.

ફિલ્મી ઍક્શન ટીમ – મુંબઈ

ધનલક્ષ્મી ત્રિવેદી – અમદાવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here