ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે એમ કહેવું ઘણું વહેલું ગણાશે પણ એક વાત ચોક્કસ કે આજના સર્જકો વૈવિધ્યસભર વિષયો સાથે ફિલ્મો બનાવવાનું સાહસ કરી રહ્યા છે. આવી જ એક ફિલ્મ ગયા અઠવાડિયે રિલીઝ થઈ જેનું નામ છે એક મુશ્કુરાહટ. નિર્માતા જયેશ ભલાણી અને આશા ભલાણીની આ લવ સ્ટોરીના દિગ્દર્શક છે હિરેન જાદવાણી. ફિલ્મના મુખ્ય કલાકાર છે તોરલ અને સૂરજ.
જે. બી. પ્રોડક્શન બેનર હેઠળ બનેલી ફિલ્મના અન્ય કલાકારો છે રાજીવ પંચાલ, હેમંત, શેફાલી મહિડા, પૂજા સિંહ, શ્રીદેવન.