મમતામયી શ્રી રાધે માએ એક લાખ ગરીબોને માસ્ક ઉપલબ્ધ થાય એ માટે મુખ્યપ્રધાન રાહત કોષમાં પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

એ સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે કોવિડ-19 અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે આદેશો જારી કરવામાં આવ્યા છે એનું ગંભીરતાપૂર્વક પાલન કરે. સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના વાઇરસથી બચવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા કોરોનાને નાથવા લેવાયેલા પગલાઓની પ્રશંસા કરી હતી. રાજ્ય સરકારના પ્રયાસોને કારણે જ તમામ પ્રકારની આવશ્યક ચીજોનો પુરવઠો અગાઉની જેમ પૂરો પડાઈ રહ્યો છે.

આ અગાઉ પણ 2 એપ્રિલ, 2002ના મમતામયી શ્રી રાધે મા દ્વારા પીએમ કેર ફંડમાં 10 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હોવાનું અનેક ફિલ્મોની આઉટડૉર પબ્લિસિટી કરનાર ગ્લોબલ ઍડવર્ટાઇઝરના સર્વેસર્વા સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here