સત્તર વર્ષની વિષ્ણુપ્રિયા સિંહે લખેલાં પુસ્તક પરથી ધ હન્ડ્રેડ બક્સ પરથી એ જ નામે હિન્દી ફિલ્મ બની છે. મજાની વાત એ છે કે પુસ્તકના વિમોચન પહેલાં જ એના પરથી ફિલ્મ બનાવવાના હક વેચાયા હતા. એટલું જ નહીં, તાજેતરમાં પુસ્તકનું વિમોચન ફિલ્મના કલાકારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ધ હન્ડ્રેડ બક્સની વાર્તા મુંબઈની એક રાતની છે જેમાં મોહિની નામની એક રૂપજીવિની અને એના ઑટો ડ્રાઇવર આસપાસ ઘૂમે છે. તેઓ પૈસા માટે રોજ ગ્રાહકોને શોધવામાં પૂરી રાત સંઘર્ષ કર છે. પોલીસ, નેતાઓ વગેરે સાથે માત્ર સો રૂપિયામાં સોદો કરે છે. આ એવી મહિલાઓના જીવન અને દર્દની વાત છે જે પૈસા કમાવા માટે આવી રીતરસમ અજમાવે છે. પરંતુ તેમના સંઘર્ષનો કદી અંત આવતો નથી.

વિષ્ણુપ્રિયાનાં પુસ્તક પરથી એ જ નામે બનેલી ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્માતા છે દુષ્યંત પ્રતાપ સિંહ અને કલાકારો છે કવિતા ત્રિપાઠી, જૈદ શેખ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here