ગુજરાતી રંગભૂમિ પર જવલ્લેજ જ બનતી એક ઘટના… એક કલાકારે એક જ પાત્ર 3,000+થી વધુ વખત ભજવ્યું હોય એવું કદી સાંભળ્યું છે? એના અભિનયને માણવા એ નાટક વારંવાર જોતા અને એમના અભિનય પર ખડખડાટ હસતા, એમને બિરદાવતા..!! એ નાટક એટલે પ્રીત પિયુ અને પાનેતર અને એ પાત્ર એટલે બાબો. જેને પ્રેક્ષકોએ ખોબલે ખોબલે નવાજ્યો છે અને એ પાત્ર ભજવનાર કલાકાર એટલે કાંતિ ગજ્જર. માનવામાં ન આવે એવી ઘટના છે પણ આ સત્ય છે. એમણે ગયા સપ્તાહે 80 વર્ષ પૂરા કર્યા… ગુજરાતી રંગભૂમિનો આવો કોઈ દિગ્ગજ કલાકાર આજે ભાગ્યેજ કોઈને યાદ હશે. એક સમયે લોકો જેમને જોવા આતુર રહેતા એ કલાકાર આજે નિસહાય જીવન વ્યતીત કરી રહ્યા હોવાનું ગુજરાતી ફિલ્મોના લેખક-દિગ્દર્શક મનોહર જોશીએ જણાવ્યું હતું. તાજેતરમાં મનુભાઈ સાથે ફિલ્મી ઍક્શનના સમીર કાપડિયાએ કાંતિ ગજ્જરની મુલાકાત લીધી હતી. મનુભાઈએ જણાવ્યું કે તેમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પત્નીની દવાના તો ઠીક ખાવાપીવાના પણ પૈસા નથી. એક કલાકાર એની પાછલી જિંદગી આરામથી વીતાવી શકે એ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે તેમની સહાય કરવાની આપણી ફરજ છે.

મિત્રો, સખત આર્થિક તંગી અનુભવી રહેલા આ કલાકાર આજે પનવેલ ખાતે અત્યંત વિકટ પરિસ્થિતિમાં પોતાની બીમાર પત્ની સાથે રહે છે. એમના પ્રથમ સંતાનનું 2011મા અચાનક અવસાન થયા બાદ હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે. 3-4 મહિના અગાઉ રૂમનું ભાડું ન ભરવાને કારણે ખાલી કરવું પડ્યું અને કોઈ બિલ્ડરની કૃપાથી અત્યારે પનવેલમાં જ ક્યાંક રહે છે. શું આવા વરિષ્ઠ કલાકારને કલાના કદરદાન તરીકે આપ યથાશક્તિ આર્થિક મદદ પહોંચાડશો એવી અપેક્ષા. આ સાથે તેમની બેંક વિગત પણ જણાવી છે જેથી તેમને યથાશક્તિ મદદ પહોંચાડી શકાય.

Kanti bhai girdhar bhai gajjar
ORIENTAL BANK OF COMMERCE
A/C NO: 12022031001387
IFSC: ORBC0101202

કાંતિ ગજ્જર – +918691911491 / 9224582396.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here