હાઇ પ્રોફાઇલ હેર સ્ટાઇલિસ્ટ અને સલૂન ચેઇનના માલિક જાવેદ હબીબે રાજકારણમાં જંપલાવ્યું છે. સોમવારે જાવેદ ભારતીય જનતા પક્ષનો સભ્ય બન્યો હતો. ભાજપમાં જોડાયા બાદ જાવેદે કહ્યું હતું કે, અત્યાર સુધી હું વાળનો ચોકીદાર હતો અને હવે દેશનો ચોકીદાર બન્યો છું. ભગવો ખેસ પહેરેલા જાવેદ હબીબનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જાવેદ હબીબ સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ છે અને એનો બિઝનેસ દેશના તમામ શહેરોમાં ફેલાયેલો છે. જાવેદ પહેલાં અનેક ફિલ્મી સિતારાઓ ભાજપ કે કોંગ્રેસમાં જોડાયા છે. બૉલિવુડની રંગીલા ગર્લ ઊર્મિલા માતોંડકર માર્ચ મહિનામાં કોંગ્રેસની સભ્ય બની અને પક્ષે એને ઉત્તર મુંબઈ લોકસભા બેઠકની ઉમેદવાર પણ બનાવી દીધી. જોકે રાજકારણમાં એન્ટ્રી કરનાર ઊર્મિલાને પુષ્કળ ટ્રોલ કરાઈ હતી.

(ફોટો સૌજન્ય : ANI)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here