છેલ્લા થોડા વરસથી ચીનના થિયેટરોમાં હિન્દી ફિલ્મો ધૂમ મચાવી રહી છે. દંગલ, પૅડમૅન, ટાઇલેટ : એક પ્રેમ કથા, અંધાધૂન ઉપરાંત અનેક ફિલ્મોએ ચાઇનીઝ થિયેટરોમાં વિજય પતાકા લહેરાવી છે. હવે આમાં ઓર એક ફિલ્મ મદારીનો ઉમેરો થઈ રહ્યો છે. ટૂંક સમયમાં મદારી ચીનમાં રિલીઝ થશે.

નિશિકાંત કામત દ્વારા દિગ્દર્શિત સોશિયલ થ્રિલર મદારીના નિર્માતા છે મદન પાલિવાલ, શૈલેશ સિંઘ, સુતપા સિકદર અને શૈલજા કેજરીવાલ. ફિલ્મના મુખ્ય કલાકારો છે ઇરફાન ખાન, વિશેષ બંસલ, જિમી શેરગિલ, તુષાર દળવી અને નિતેશ પાંડે.

મિરાજ ગ્રુપના ચેરમૅન મદન પાલિવાલ, બ્રાઝિલસ્થિત ઉદ્યોગપતિ ધીરજ મોરે અને મિરાજ ગ્રુપનાં સીઓઓ સોનલ દેશપાંડે મદારીને પડોશી દેશ ચીનમાં રિલીઝ કરી રહ્યા છે.

ફિલ્મ સોશિયલ થ્રિલર છે જેમાં નિર્મલ (ઇરફાન ખાન)નો પરિવાર સરકારી ભ્રષ્ટાચારને કારણે થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે અને એનો બદલો લેવા એ બહાર પડે છે. ફિલ્મ નવી દિલ્હી, રાજસ્થાન, દેહરાદૂન, શિમલા અને મુંબઈમાં ફિલ્માવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here