સાઉથની સુપરસ્ટાર અને બૉલિવુડની સિંઘમ ગર્લ કાજલ અગ્રવાલ ટૂંક સમયમાં લગ્ન કરી રહી છે. કાજલ હાલ એના વર્ક કમિટમેન્ટ અને આવનારા પ્રોજેક્ટ્સમાં બિઝી છે. દરમ્યાન લેટેસ્ટ રિપોર્ટની વાત માનીએ તો કાજલ હાલ એનાં લગ્નનું પ્લાનિંગ કરી રહી છે અને ટૂંક સમયમાં લાઇફની નવી ઇનિંગ શરૂ કરશે.

એક વેબસાઇટના અહેવાલ મુજબ કાજલ આવતા વરસે લગ્ન કરશે. જોકે અભિનેત્રી કોઈ ફિલ્મી હસ્તી સાથે નહીં પણ એક બિઝનેસમેન સાથે લગ્ન કરવાની છે.

કાજલે એના અભિનય દ્વારા બાલિવુડમાં આગવી ઓળખ બનાવી છે. કાજલને સૌથી વધુ લોકપ્રિયતા અજય દેવગણ સાથેની ફિલ્મ સિંઘમને કારણે મળી હતી. આ ફિલ્મના એના અભિનયની સાથે પાત્રને પણ દર્શકોએ પસંદ કર્યું હતું.

કાજલ હાલ એની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. બધી ફિલ્મો પૂરી કર્યા બાદ  જ એ લગ્ન કરશે. એવું કહેવાય છે કે આ સંબંધ કાજલે નહીં પણ એના ઘરવાળાઓએ નક્કી કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં કાજલે જણાવ્યું હતું કે એને ઇન્ડસ્ટ્રીમાં લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, એ સાથે એણે કહ્યું હતું કે આ અગાઉ પણ એ એક સામાન્ય વ્યક્તિ સાથે રિલેશનમાં હતી પણ ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે સમય આપી શકતી ન હોવાથી એ અલગ થઈ ગયો.

કાજલ હાલ ઇન્ડિયન-૨નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં એની સાથે કમલ હાસન અને રકુલ પ્રીત પણ મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત બૉલિવુડ ફિલ્મ સાગામાં પણ કાજલ અગ્રવાલ જૉન અબ્રાહમ સાથે જોડી જમાવી રહી છે. સંજય ગુપ્તા દ્વારા દિગ્દર્શિત આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં અનિલ કપૂર, સુનીલ શેટ્ટી, પ્રતીક બબ્બર, ગુલશન ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here