સમીક્ષકોએ જેને બિરદાવી હતી એવી હિન્દી ફિલ્મ ચૉક એન્ડ ડસ્ટર તથા ગુજરાતી ફિલ્મ નટસમ્રાટના દિગ્દર્શક ગુજરાતના ફિલ્મ રસિયાઓ માટે ઓર એક નજરાણુ લઈને આવી રહ્યા છે.

આ ફિલ્મથી બૉલિવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોની જાણીતી હીરોઇન ડેઝી શાહ ઢોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે. તો ગુજરાતી ફિલ્મમાં ઓર એક મોટું નામ જોડાયું છે. બૉલિવુડના ટોચના સંગીતકાર રૂપકુમાર રાઠોડ પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં સંગીતકાર તરીકે એન્ટ્રી કરી રહ્યા છે. વાત આટલેથી અટકતી નથી. રૂપકુમાર રાઠોડે ફિલ્મમાં ગરબો તો ગાયો જ છે પણ સ્ક્રીન પર પણ તેઓ જ ગાતા જોવા મળશે.

દિગ્દર્શક જયંત ગિલાટરે જણાવ્યું હતું કે, રૂપકુમાર રાઠોડ વર્સટાઇલ કલાકાર છે. ફિલ્મમાં તેમણે ઓર એક ગીત રેકોર્ડ કર્યું છે જે થીમ સોંગ છે. મજાની વાત એ છે કે આ પ્રકારનું ગીત ગુજરાતના દર્શકોને ક્યારેય જોવા-સાંભળવા મળ્યું નહીં હોય. ફિલ્મના બંને ગીતો અલગ મિજાજના છે અને બંને દિલીપ રાવલે લખ્યા છે.

ગુજરાત-૧૧ના ગરબા ગીતના રેકોર્ડિંગ સમયે ખાસ કચ્છથી બે ઢોલી મુંબઈ આવ્યા હતા. બંને ઢોલીઓ અગાઉ સંજય લીલા ભણશાળીની ફિલ્મ રાસલીલામાં ઢોલ વગાડી ચુક્યા છે).

ફિલ્મમાં ડેઝી શાહ ઉપરાંત પ્રતિક ગાંધી, કેવિન દવે અને ચેતન દહિયા ઉપરાંત ૧૫૦ જેટલા કલાકાર-ખેલાડીઓ કામ કરી રહ્યા છે. ગુજરાતીની ખર્ચાળ ફિલ્મોમાંની એક ગુજરાત-૧૧નું દિગ્દર્શન જયંત ગિલાટર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here