ભૂમિ ત્રિવેદીએ ગાયેલો ગરબો અત્યારથી ધૂમ મચાવી રહ્યો છે
રશ્મી રોકેટ ની કથા નો મૂળ ગુજરાતનું હોવાથી એમાં નવ માહોલ જોવા મળે એ સ્વાભાવિક છે. ફિલ્મ તાપસી અને એના ઓન-સ્ક્રીન ઇન્ટરેસ્ટ પ્રિયાંશુ પર ખાસ ગરબો ફિલ્માવવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે ગરબો એકદમ ફાસ્ટ ધૂન પર બનાવ્યો હોવાથી ગરબે ઘૂમવા આવનારને પણ પસંદ પડે એવી શક્યતા છે.
અમિત ત્રિવેદીએ લખેલો અને ભૂમિ ત્રિવેદીએ ગાયેલો હાઈ ઓન એનર્જી ફેસ્ટિવ ડાન્સ ટ્રેક પર તાપસી પન્નુના સ્ટેપ્સ જબરદસ્ત છે. તાપસી એ પહેરેલા ઘાઘરા ચોળી એને દાગીના એક વાઇબ્રન્ટ ફેક્ટર પેદા કરે છે. હા ગરબો વાગવાની સાથે જ જોનારા ઝૂમી ઊઠશે. ગરબો એટલો જબરદસ્ત બન્યો છે કે આ નવરાત્રિમાં જો ફેમસ ન થાય તો નવાઇ લાગશે. ગરબા ના શબ્દો છે ધની કૂલ છોરી.
રશ્મીના જીવનમાં વળાંક ત્યારે આવે છે જ્યારે એને જેન્ડર વેરિફિકેશન ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે. આને કારણે પડી ભાંગે છે પણ એની સાથે છેતરપિંડી થઇ હોવાનું અને રાષ્ટ્રીય ટીમમાંથી પ્રતિબંધિત જવાનો એ આક્ષેપ કરે છે. એ માનવ અધિકાર ઉલ્લંઘનનો કેસ નોંધાવે છે અને એનો માન સન્માન પાછું મેળવવા એક લડત શરૂ કરે છે. જીવનની દોડમાં પાછા આવવા માટે વ્યક્તિગત રીતે લડત શરૂ કરે છે.
રોની સ્ક્રુવાળા, નેહા આનંદ અને પ્રાંજલ ખંડડિયા દ્વારા નિર્મિત રશ્મી રોકેટ માં તાપસી પન્નુ ઉપરાંત સુપ્રિયા પાઠક અભિષેક બેચરજી પ્રિયાંશુ મેન્યુઅલી અને સુપ્રિયા પિલગાંવકર પણ કામ કરી રહ્યાં છે.
રશ્મી રોકેટનો પ્રીમિયર 15 ઓગસ્ટે ઝી-૫ પર થશે.