દીપિકા પદુકોણ આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. દીપિકાએ એના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વર્કઆઉટના ત્રણ ફોટોગ્રાફ્સ શેર કરવાની સાથે એક ફોટોનું કેપ્શન આપતા લખ્યું હતું કે, પુશ-અપ્સ કરતા સ્લિપ થઈ પણ મેં મારી જાતને સંભાળી લીધી. દીપિકા હાલ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર વૉક કરવાની તૈયારી કરી રહી છે.

દીપિકાએ એના વર્કઆઉટના ત્રણ ફોટા સોશિયલ મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેને અત્યાર સુધીમાં 14 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે.

ગયા અઠવાડિયે એના મેટ ગાલા લૂકને કારણે ચર્ચામાં રહેલી દીપિકાએ ડિઝાઇનર જેક પોસનનો પિન્ક ગાઉન પહેર્યો હતો જેમાં 3-ડી પ્રિન્ટની એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. હાઈ પૉની અને ડાર્ક લિપ્સમાં દીપિકા ઇન્ડિયન બાર્બી ડૉલ જેવી લાગી રહી હતી. આ વખતે મેટ ગાલામાં કેમ્પ :  નોટ્સ ઑન ફૅશન નામની થીમ રાખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here