બિગ બૉસની ભૂતપૂર્વ સ્પર્ધક જસલીન મથારૂ ફરી ઍક્શનમાં આવી છે. તાજેતરમાં એણે આગામી ફિલ્મ વો મેરી સ્ટુડન્ટ હૈનું શૂટિંગ પૂરૂં કર્યું. ફિલ્મમાં જસલીન ફૅશન ડિઝાઇનર કમ સ્ટાઇલિસ્ટ સુરેશ ગણેશાના આઉટફિટમાં જોવા મળશે. થોડા દિવસ અગાઉ જસલીન નવોઢાના વેશમાં ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે જોવા મળતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે પાછળથી અનુપ જલોટાએ ખુલાસો કર્યો હતો કે આ ફોટો તેમની આગામી ફિલ્મનો છે.

મુંબઈની ફૅશન ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિઝાઇનર અને સ્ટાઇલિસ્ટ સુરેશ ગણેશાએ પૂર્વના ફૅશન કલ્ચરને દેશભરમાં ખ્યાતિ અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આઇઆઇટીસીમાંથી ફૅશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યા બાદ કરિયરની શરૂઆતમાં એક જાણીતા રીટેલ સ્ટોર માટે કામ કર્યું.

જસલીન મથારૂ સાથેના અનુભવ જણાવતા સુરેશ કહે છે, મારી ફિલોસોફી સીધી અને સરળ છે,  જસલીનને હંમેશ એસ્ક્લુઝિવ સ્ટાઇલ ઑફર કરૂં છું. એને શું જોઇએ છે એ અંગે એકદમ સ્પષ્ટ હોય છે. એ શણગારેલા આઉટફિટ, ડિઝાઇન અને તમામ પ્રકારની સ્ટાઇલમાં અદભુત લાગે છે, અને આમ થવાનું કારણ ફૅશન ઇન્ડસ્ટ્રીનો મારો અનુભવ. એને કારણે ફૅશન ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાની સાથે અદભુત સંબંધો બનાવવામાં ઘણા સહાયરૂપ બન્યા છે. અભિજીત સાવંતથી લઈ શ્વેતા રોહિરા સુધીની લાંબી મજલ કાપી છે.

જસલીન મથારૂ ભારતીય મૉડેલ, અભિનેત્રી અને ગાયિકા છે જે ડિઝાઇનર સુરેશ ગણેશાએ ડિઝાઇન કરેલા પરિધાનમાં જોવા મળે છે.

આશા રાખીએ કે આ પ્રતિભાશાળી યુવા ફૅશન ડિઝાઇનરનું કામ તેના માટે અનેક બૉલિવુડ સ્ટાર્સના દરવાજા ખોલશે. સુરેશ ગણેશાને હાર્દિક શુભેચ્છા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here