ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલ અને ક્લારાસ કૉલેજ ઑફ કૉમર્સ દ્વારા 39મા વાર્ષિક મહોત્સવના અવસરે ભવ્ય અને રંગારંગ કાર્યક્રમનું આયોજન તાજેતરમાં આયોજિત કરવામાં આવ્યું હતું. ફિલ્મ કલાકારો કરિશ્મા કપૂર, સુનીલ શેટ્ટી, સોનાલી બેન્દ્રે, આદિત્ય પંચોલી, ચંકી પાંડે, ખલ્લી, કરિશ્મા તન્ના, દયા શેટ્ટી, સિદ્ધાર્થ નિગમની ઉપસ્થિતિમાં કૉલેજ અને સ્કૂલના બાળકોને વાર્ષિક પુરસ્કારનું વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્કૂલ-કૉલેજના બાળકોએ નૃત્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડતા પર સામાજિક નાટક અને વિભિન્ન પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.

આ અવસરે ચિલ્ડ્રન વેલફેર સેન્ટર હાઈસ્કૂલના પ્રિન્સિપલ અજય કૌલે જણાવ્યું કે, અમે બાળકોને ભણતર ઉપરાંત વિવિધ સ્પોર્ટ, ડિજિટલ ઇન્ડિયા, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ, રાષ્ટ્રીય અને ભાઈચારા અંગેની પણ જાણકારી આપીએ છીએ. ઉપરાંત તેમને તેમની રૂચિ મુજબ પ્રમોટ કરીએ છીએ, જેથી તેઓ આગળ વધીને જીવનમાં પ્રગતિ કરે. માત્ર જ્ઞાન આપવાથી અમારી જવાબદારી પૂરી થતી નથી. ટીચર અને માતા-પિતાએ બાળકો પર ધ્યાન આપવાની સાથે હંમેશ સાચી સલાહ આપે, જેથી તેમનું અને દેશનું પણ ભવિષ્ય ઉજ્વળ બને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here