તાજેતરમાં ભુજને આંગણે એક અનેરો અવસર ઉજવાયો. ધનતલ જિયા ગૉલ્ડ નોન આલ્કોહોલિક બિયરનું ધમાકેદાર લૉન્ચિંગ કર્યું હતું. બૉલિવુડનાં જાણીતાં એન્કર, અભિનેત્રી અને મિસ ઇન્ડિયા ૨૦૧૩ સિમરન આહુજાના હસ્તે નોન આલ્કોહોલિક બિયરને લૉન્ચ કરવામાં આવ્યો હતો. તો એના મ્યુઝિકલ જિંગલને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રભાકર ધનતલે લૉન્ચ કર્યું હતું.

આ પ્રસંગે પ્રોફેશનલ મૉડેલ્સ ગરબા અને ઢોલના તાલે રૅમ્પ વૉક કર્યું હતું. તો ભુજની જાણીતી સંસ્કાર સ્કૂલના વિદ્યાર્થીઓએ નીતા ભટ્ટના માર્ગદર્શન હેઠળ સંગીત-ગરબાનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. જ્યારે સમગ્ર શોની ડિઝાઇન અને કોરિયોગ્રાફી મુંબઈના જાણીતા સંદીપ સોલંકીએ કરી હતી. કાર્યક્રમ દરમ્યાન ધનતલ જિયાના મેનેજિંગ ડિરેક્ટર પ્રભાકર ધનતલે જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે લોકો અમારા નોન આલ્કોહોલિક બિયરને હેલ્ધી ડ્રિન્ક ગણે. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે કંપનીની યોજના આગામી ત્રણ વરસમાં ટર્નઓવર પાંચ હજાર કરોડ પર પહોંચાડવાની  યોજના છે.  ઉપરાંત કંપની દ્વારા લકી ડ્રો  ધનતલ જિયા ગૉલ્ડ નોન આલ્કોહોલિક બિયર પીઓ અને ૨૦૨૧માં દુબઈ જાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here