મહારાષ્ટ્ર સરકારના ઉર્જા અને કામગાર વિભાગમાં કામગાર પ્રતિનિધિ અને એશિયાના સૌથીમોટા ફિલ્મ ટ્રેડ યુનિયન ફિલ્મ સ્ટુડિયોઝ સેટિંગ એન્ડ એલાઇડ મજદૂર યુનિયનના જનરલ સેક્રેટરી તથા મુંબઈ ફિલ્મ ફેડરેશનના ટ્રેઝરર તથા સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા શક્તિ જનહિત મંચના અધ્યક્ષ ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)નો જન્મદિવસશનિવાર,18 જાન્યુઆરી 2020ના અનેક સ્થળે ધામધૂમથી ઉજવાયો. માંલાડ (પૂર્વ)સ્થિત અલાઇડ મજદૂર યુનિયન કાર્યાલય, અંધેરી (વેસ્ટ)સ્થિત મુંબઈ ફિલ્મ ફેડરેશન કાર્યાલય તથા 
નાલાસોપારા (પૂર્વ)માં, થાણે દુર્વાષ અપાર્ટમેન્ટ ડીમાર્ટ ઑફિસ, સંતોષ ભુવન અને અંબાડી
સ્થિત શક્તિ જનહિત મંચની ઑફિસમાં કેક કાપી તથા શાદી ડૉટ કૉમ હૉલમાં રંગારંગ ગીત
સંગીતના કાર્યક્રમો સાથે ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવ (સંજુ)નો જન્મદિવસ મનાવવામાં આવ્યો.

આ અવસરે લશાબીર નગરમાં ચાર દિવસીય નાઇટ બૉક્સ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શક્તિ જનહિત મંચ સંસ્થા દ્વારા અનેક જરૂરિયાતમંદ પરિવારોને રાશન-ધાબળા વિતરિત કરાયા હતા. દરમ્યાન તમામ માટે એક કાર્ડિયાક એમ્બ્યુલંસનું પણ ઉદઘાટન કરાયું હતું. આમ શ્રી સંજુજીને તેમના જન્મદિને તેમના ચાહકો અને શુભચિંતકોની શુભેચ્છાઓની સાથોસાથ તમામ લાભાર્થી પરિવારોના આશીર્વાદ પણ મળ્યા. કાર્યક્રમ દરમ્યાન ખાસ મહેમાનોમાં ફિલ્મ ફેડરેશનના અધ્યક્ષ બી. એન. તિવારી, જનરલ સેક્રેટરી અશોક દુબે, શક્તિ જનહિત મંચના કાર્યકારી અધ્યક્ષ રામજતન ગુપ્તા, મહાસચિવ સંજય સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here