બૉલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કલ્ટ ફિલ્મોની વાત થશે ત્યારે અંદાજ અપના અપનાનું નામ ચોક્કસ લેવાશે. આ ફિલ્મ જાય્રે રિલીઝ થઈ ત્યારે બૉક્સ ઑફિસ પર ખાસ કમાણી કરી શકી નહોતી. પણ પાછળથી એના દર્શકોની સંખ્યામાં ભારે વધારો થવાની સાથે શ્રેષ્ઠ કૉમેડી ફિલ્મોમાં સ્થાન મેળવ્યું. આજે પણ ફિલ્મની આમિર ખાન અને સલમાન ખાનની કેમિસ્ટ્રી લોકો ભૂલ્યા નથી. અંદાજ અપના અપના રિલીઝ થઈ એના 25 વરસ પૂરા કર્યા હતા. આવી જબરજસ્ત ફિલ્મ બનાવનાર નિર્માતા વિનય સિન્હાનું આજે નિધન થયું હતું.

ફિલ્મના ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને તેમના ટ્વીટર પર આ જાણકારી આપી હતી. વિનય સિન્હાએ અંદાજ અપના અપના ઉપરાંત ચોર પુલીસ અને રફૂચક્કર જેવી ફિલ્મો પણ બનાવી હતી. ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ અસોસિયેશનમાં વાઇસ પ્રસિડેન્ટનો હોદ્દો શોભાવી ચુકેલા વિનય સિન્હા અંદાજ અપના અપનાની સિક્વલ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here