ટેલિવિઝનના ઇતિહાસમાં સૌથી લાંબા સમયથી ચાલી રહેલા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું એકે એક પાત્ર દર્શકોના ઘરનું સભ્ય બની ગયું છે. હવે જુઓને, સિરિયલમાંથી દયાભાભીએ દોઢ વરસ અગાઉ અલવિદા કરી હોવા છતાં દર્શકો તેમને ભૂલ્યા નથી. પ્રેગ્નન્સીને પગલે સિરિયલમાંથી બ્રેક લેનાર દિશા વાકાણી ફરી એના ચાહકો વચ્ચે આવી ગઈ છે. ના, તમે ખોટું સમજી રહ્યા છો. દિશા વાકાણી ફરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી નથી આવી પણ એના ચાહકો વચ્ચે પાછી ફરી છે. તાજેતરમાં દિશા એક લગ્નમાં હાજરી આપી હતી અને અને એ પણ એની પુત્રી સ્તુતિ સાથેના ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યાં છે.

તાજેતરમાં દિશા વાકાણી એના નજદિકના સંબંધીને ત્યાં લગ્નમાં હાજરી આપવા અમદાવાદ ગઈ હતી.