સિદ્ધાર્થ નિગમ (અલ્લાદ્દીન) અને દેવ જોશી (બાલવીર) મળીને તિમનાસા અને ઝફર વિરૂદ્ધ સૌથી મોટો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યા છે. એ સાથે બંને એક સાથે કામ કરવાની મજા પણ માણી રહ્યા છે. 27 થી 31 જાન્યુઆરી દરમ્યાન ચાહકોને અચ્છાઈ અને બુરાઈ વચ્ચેનો એક અદ્ભુત મુકાબલો જોવા મળશે.

આ ક્રોસ ઓવરના શૂટિંગનો અનુભવ જણાવતા સિદ્ધાર્થ નિગમ કહે છે કે, આવનારો ટ્રેક ઘણો રેચક બનવાનો છે, કારણ ચાહકો માટે બંને સુપરહીરો એટલે કે બાલવીર અને અલ્લાદ્દીન પહેલીવાર ભારતીય ટેલિવિઝન પર સાથે આવી રહ્યા છે. આ પહેલા ક્રોસ ઓવર માટે ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

તો દેવ જોશી પણ સિદ્ધાર્થ સાથે શૂટિંગ કરવાની મોજ માણી રહ્યો છે. સિદ્ધાર્થ અને હું પહેલીવાર સાથે કામ કરી રહ્યા છીએ પણ અમે સારા મિત્રો છીએ અને સેટ પર ખૂબ ધમાલ મસ્તી કરી રહ્યા છીએ. એ ઘણો પ્રોફેશનલ છે.

તખ્ત હાંસલ કરવાની લાલસા માટે તિમનાસાને ત્રણ પત્થરોની જરૂર છે જે અતીત, વર્તમાન અને ભવિષ્યને નિયંત્રિત કરી શકે. આના થકી એક જાદુઈ દ્વાર તૈયાર થશે. એ બીજા પત્થરની શોધમાં બગદાદ પહોંચે છે. દરમ્યાન, બગદાદમાં ઝફર સૌથી વધુ તાકાત મેળવવા અલીને પોતાની જાળમાં ફસાવવા માટે સૌથી શેતાની રૂપમાં આવ્યો છે. એ જાણવા માગે છે કે અલી જ અલ્લાદ્દીન છે.

તિમનાસા અને ઝફરનું શેતાની દિમાગ મળી બાલવીર અને અલ્લાદ્દીન સામે પડકાર ફેંકે છે. અને આ પડકાર ત્યારે ઓર મોટો બની જાય છે જ્યારે જિનુને શેતાન બનવા મજબૂર કરાય છે અને એ કાલ લોકમાં ફસાઈ જાય છે.

ઝફર અને તિમનાસાના પડકારને અલ્લાદ્દીન અને બાલવીર કેવી રીતે મુકાબલો કરશે?

આ આખું અઠવાડિયા દરમ્યાન બાળમિત્રોને જોવા મળશે ઍક્શન, ડ્રામા, રહસ્યથી ભરપુર અલ્લાદ્દીન અને બાલવીરની કોમ્બો સ્ટોરી. આ મેગા ક્રોસ ઓવર 27 થી 31 જાન્યુઆરી સુધી રાત્રે 8 વાગ્યે સોની સબ પર જોવા મળશે.