આમિર ખાન સાથે એક મોબાઇલની ઍડમાં ચમક્યા બાદ દિલ તો હેપ્પી હૈ જીમાં નજરે પડેલી સેજલ શર્માએ આત્મહત્યા કરતા ટેલિવુડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હજી થોડા સમય પહેલાં જ અભિનેતા કુશલ પંજાબીની આત્મહત્યાને લોકો ભૂલ્યા નથી ત્યાં સેજલ શર્માના મોતના સમાચાર આવ્યા. સેજલનો મૃદેહ એના ઘરેથી મળી આવ્યો હતો અને પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. સેજલના મિત્ર નિર્ભયે જણાવ્યું કે સેજલ ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી અને એને કારણે જ આવું અંતિમ પગલું ભર્યું હશે. એ સાથે નિર્ભયે ઉમેર્યું હતું કે સેજલના પિતાને કેન્સર છે અને તાજેતરમાં એમને હૃદય રોગનો હુમલો આવ્યો.

સેજલ સાથે કામ કરી ચુકેલી જસ્મીન ભસીને સેજલની આત્મહત્યાના સમાચાર સાંભળ્યા તો એ માની જ ન શકી. એણે કહ્યું કે મને વિશ્વાસ નથી બેસતો કે સેજલ શર્મા આજે આ દુનિયામાં નથી રહી. દિલ તો હેપ્પી હૈ જીમાં સેજલ શર્મા સાથે કામ કરી ચુકેલી ડોનલ બિષ્તે પણ સેજલના મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું.