જાણીતા નિર્માતા આનંદ પંડિત અમિતાભ બચ્ચન સાથેની તેમની આગામી ફિલ્મ ચેહરેના શૂટિંગમાં વ્યસ્ત છે. જાણવા મળ્યા મુજબ જૂનના બીજા અઠવાડિયે ફિલ્મનું પહેલા શિડ્યુલનું શૂટિંગ પૂરૂં થશે. બિગ બી પહેલીવાર સુપરનેચરલ ફિલ્મમાં કામ કરી રહ્યા હોવાથી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ નહીં, બચ્ચનના ચાહકો પણ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જાઈ રહ્યા છે.

જાકે મહત્ત્વની વાત એ છે કે નિર્માતા ફિલ્મને એક-બે નહીં પૂરી આઠ ભાષામાં બનાવવાની યોજના બનાવી છે. ફિલ્મી ઍક્શનને સૂત્રએ જણાવ્યું હતું કે નિર્માતાએ હિન્દી ઉપરાંત આઠ ભાષા – અંગ્રેજી, ગુજરાતી, કન્નડ, મરાઠી, મલયાલી, તમિલ અને તેલુગુ માટે પણ ચેહરે ટાઇટલ રજિસ્ટર કરાવ્યું છે. જોકે હિન્દીમાં બની રહેલી ચેહરે રિલીઝ થયા બાદ અન્ય ભાષામાં ફિલ્મ બનાવાનું પ્લાનિંગ હોવાનું સૂત્રએ જણાવ્યું હતું.

માત્ર ફિલ્મ જ નહીં, નિર્માતાએ તો આ આઠેય ભાષામાં ટીવી સિરિયલ બનાવવા માટે પણ ટાઇટલ રજિસ્ટર કરાવ્યા છે. હવે જોવાનું એ છે કે નિર્માતાએ આઠ-આઠ ભાષામાં ફિલ્મ અને ટીવી માટે ટાઇટલ તો રજિસ્ટર કરાવ્યા છે પણ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે હિન્દીમાં ફિલ્મ બનાવ્યા બાદ એ જ કથાનક પર આધારિત ફિલ્મ કે ટીવી સિરિયલ ક્યારે અને કેવી રીતે બનાવે છે.

આનંદ પંડિત મોશન પિક્ચર્સ બેનર હેઠળ બની રહેલી ચેહરેના દિગ્દર્શક છે રૂમી જાફરી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત ઇમરાન હાશ્મી, અન્નુ કપૂર, રિયા ચક્રવર્તી, સિદ્ધાંત કપૂર અને ક્રીતિ ખરબંદા મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here