જો તમે અમિતાભ બચ્ચનના ચાહક હો તો તેમની ફિલ્મ શમિતાભ યાદ હશે જ. સાઉથના સ્ટાર ધનુષ અને અક્ષરા હસન સાથેની ફિલ્મમાં અમિતાભ બચ્ચન ધનુષનો અવાજ બન્યા હતા. હકીકકતમાં ધનુષ બોલી શકતો ન હોવા છતાં બૉલિવુડના સ્ટાર બનવાના સપના જાતો હતો. ધનુષના અભિનયથી પ્રભાવિત અક્ષરા ડૉક્ટરની સલાહને પગલે ધનુષને ફિનલૅન્ડ લઈ જાય છે. જ્યાં ધનુષનો અવાજ તો પાછો નથી આવતો પણ લાઇવ વૉઇસ ટ્રાન્ફોર્મ ટેક્નોલાજીનું મશીન લઈ આવે છે જેના થકી કોઈ અન્યનો અવાજ ધનુષના ગળામાંથી આવતો હોય એવું લાગે. મુંબઈ પાછા ફર્યા બાદ ફ્લૉપ અભિનેતા અમિતાભને ધનુષને અવાજ આપવા મનાવી લે છે.

શમિતાભની વાત કહેવાનું કારણ એટલું જ કે આવું જ કંઇક કથાનક ધરાવતી સિરિયલ હમારી બહુ સિલ્ક ૩ જૂન ૨૦૧૯થી ઝી ટીવી પર શરૂ થઈ રહી છે. સિરિયલના કેન્દ્રમાં છે નોકરીની તલાશ કરી રહેલી યુવાન પાખી (ચાહત પાંડે). મધ્યમવર્ગીય પરિવારની પાખી ચતુર સુજાણ તો છે પણ એ સાથે અન્યની હુબહુ નકલ કરવામાં પણ માહેર છે. પાખી નોકરીની શોધમાં છે જેથી પરિવારને આર્થિક સપોર્ટ મળી રહે. દરમ્યાન, નતાશા હીરોઇન મટિરિયલ હોવા છતાં એનો અવાજ ઘોઘરો હોવાથી નિર્માતા-દિગ્દર્શક નકારી દેતા હોય છે. પુષ્કળ કોશિશ કરવા છતાં નોકરી મળતી નથી ત્યારે પાખી લોકો શું કહેશે એની પરવા કર્યા વિના એક નવોદિત અભિનેત્રી નતાશાના અવાજ બનવાનું નક્કી કરે છે. નતાશાના ચાહકોમાં મીઠી ઉત્તેજના પેદા કરવા પાખી એનો અવાજ ભાડે આપે છે.

પાખીએ જે કરિયર અપનાવી એનાથી પરિવારજનોમાં રાજીપો છે કે નારાજીનો માહોલ. ખાસ કરીને એનો ફોટોગ્રાફર બૉયફ્રેન્ડ નક્શ પરીખ અને એનો પરિવાર પાખી અંગે શું વિચારે છે એ સિરિયલની કથાનું હાર્દ છે.

ક્લે પિક્ચર્સ દ્વારા નિર્મિત હમારી બહુ સિલ્કના મુખ્ય કલાકાર છે ચાહત પાંડે, રીવા ચૌધરી, ઝાન ખાન સરિતા જોશી અને માનસ શાહ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here