તેલુગુની સુપરહિટ ફિલ્મ કંચનાની ઑફિશિયલ હિન્દી રીમેકમાં અક્ષય કુમાર અને કિયારા અડવાણી પહેલીવાર સાથે કામ કરી રહ્યો હોવાનું જાહેર થતાંની સાથે ફિલ્મ સમાચારોમાં ચમકી રહી છે. ફિલ્મનાં શૂટિંગની શરૂઆત શુક્રવારથી થઈ છે ત્યારે ફિલ્મને લગતી એક ઓર સનસનાટીભર્યા ન્યુઝ આવી રહ્ય છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા મુજબ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક મહત્ત્વનું પાત્ર ભજવે એવી શક્યતા છે.

મળતા અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવે એવી શક્યતા છે. જોકે ફિલ્મના સર્જકોએ હજુ સુધી એ અંગેની અધિકૃત જાહેરાત કરી નથી. પરંતુ એવું જાણવા મળ્યું છે કે નિર્માતા આ ફિલ્મ અંગે કોઇક મોટી જાહેરાત કરે એવી પૂરી સંભાવના છે.

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રના જણાવ્યા મુજબ કિયારા અડવાણી ફિલ્મ કરી રહી હોવાનું નક્કી છે. માત્ર થોડી ફોર્માલિટી પૂરી કરવાની બાકી છે. અક્ષય કુમારના દિમાગમાં ઘણા સમયથી આ ફિલ્મની રીમેક બનાવવાનો વિચાર ઘુમરાતો હતો. ફિલ્મમાં અક્ષય એક એવી વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે જેના પર એક ટ્રાન્સજેન્ડરનો આત્મા કબજો જમાવે છે. ફિલ્મમાં કિયારા અક્ષયની પત્નીની ભૂમિકા ભજવશે.

તેલુગુ ફિલ્મ કંચનાનું દિગ્દર્શન રાઘવ લૉરેન્સે કર્યું હતું અને રીમેક પણ તેઓ જ દિગ્દર્શિત કરશે. કંચનાએ બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી હતી અને આજે પણ દર્શકો ફિલ્મ મોજથી જુએ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here