ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ-9ના ચાહકો માટે નિર્માતા સરપ્રાઇઝ લઈને આવી રહ્યા છે. અગાઉ ઍક્શન સિરીઝમાં ધમાકેદાર ઍક્શનથી રૉકે એના ચાહકોને ખુશ કર્યા હતા તો હવે જૉન સીના પણ જબરજસ્ત ધમાલ મચાવશે. તાજેતરમાં હૉલિવુડના ઍક્શન સુપરસ્ટાર વિન ડીઝલે એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ અંગેની હિન્ટ આપી છે.

જી, રેસલર અભિનેતા જ઼ૉન સીના ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ-9માં જોવા મળી શકે છે. અને આ વાત બીજા કોઇએ નહીં પણ ખુદ વિન ડીઝલે શુક્રવારે આવો ઇશારો કર્યો હતો. ડીઝલે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો અપલોડ કર્યો હતો જેમાં એણે ફિલ્મની સાથે એના દિવંગત સાથી પૉલ વૉલ્કર અંગે જણાવ્યું હતું. પૉલનું 2013માં કાર અકસ્માતમાં અવસાન થયું હતું. વિડિયોના અંતમાં બ્લુ સૂટમાં જૉન સીના નજરે પડે છે અને બંને એક બીજાને જોઈ સ્માઇલ આપી રહ્યા છે.

ડીઝલ કહે છે, મિત્રો, તમને ખબર છે કે હું ઘણું ઝડપથી વિચારૂં છું. અને હંમેશ કંઇક અલગ આપવાની કોશિશ કરૂં છું. મને ખબર છે કે આ થોડું અજુગતું છે, પરંતુ મને લાગે છે કે દર વરસે પેબ્લો (પૉલ) સત્યની લડત માટે મારી પાસે એક ફૌજીને મોકલે છે. પેબ્લો મારી પાસે કોને લઈ આવ્યો એ આજે આપની સમક્ષ લાવું છું. સર્વેને પ્રેમ…

આ અગાઉ સીનાએ ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ સિરીઝમાં સામેલ થવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું, મારૂ સપનું છે કે મને મોકો મળે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here