બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. આને પગલે તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 77 વર્ષીય અમિતાભ બચ્ચને પોતે ટ્વીટર પર આની જાણકારી આપી હતી. તેમણે લખ્યું હતું, મારો કોરનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કરી રહ્યા છે. હોસ્પિટલ ઑથોરિટીને જાણકારી આપી રહી છે. પરિવાર અને બાકી સ્ટાફ ટેસ્ટ કરાવી રહ્યા છે અને તેમના રિપોર્ટ આવવાના બાકી છે. છેલ્લા 10 દિવસથી જે કોઈ મારી નજદિક રહ્યું છે એ બધા ટેસ્ટ કરાવે.

બિગ બી પાસે હાલ અનેક પ્રોજેક્ટ્સ છે જે પૂરા કરવાના છે. અમિતાભની આવનારી ફિલ્મની વાત કરીએ તો ચેહરે, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાય, ઝુંડ અને ઉયરન્થા મનિથન છે. અમિતાભ બચ્ચન ઠગ્સ ઑફ હિન્દોસ્તાં ફિલ્મના શૂટિંગ વખતે પણ બીમાર પડ્યા હતા. ઉપરાંત અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિનું પણ શૂટિંગ કરી રહ્યા છે. તેમણે પ્રોમોનું શૂટિંગ કરી લીધું છે અને હવે એપિસોડના શૂટિંગની તૈયારી કરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here