કરણ જોહર, જાહ્નવી કપૂર અને આમિર ખાનના સ્ટાફ બાદ હવે પીઢ અભિનેત્રી રેખાના બંગલાનો વૉચમેન પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાયું છે. આને પગલે રેખાનો મુંબઈનો બંગલો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યો છે. એ સાથે બંગલાની બહાર નોટિસ પણ લગાવવામાં આવી છે કે બંગલાને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે.

રેખાનો બંગલો સી સ્પ્રિંગ બાન્દ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં આવેલો છે. મળતા અહેવાલ મુજબ બંગલામાં બે સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય છે. એમાંના એકનો કોવિડ-19 રિપોર્ટ થોડા દિવસ અગાઉ પોઝિટિવ આવતા એને બીકેસી ખાતે સારવાર અપાઈ રહી છે.

પાલિકાએ સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કર્યો છે. જોકે હજુ સુધી રેખા કે એના પ્રવક્તાએ કોઈ નિવેદન જારી કર્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here