અનુષ્કા શર્માએ ફૅશન મેગેઝિન વૉગ માટે ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં એનો બૉલ્ડ એન્ડ બ્યૂટિફુલ અવતાર જોઈ એના ચાહકો દંગ રહી ગયા છે. ઘણીવાર અભિનેત્રીના સોશિયલ મીડિયા પર મેકઅપ વગરના ફોટોની સાથે બિન્દાસ લૂક પણ જોવા મળે છે.

વૉગ મેગેઝિનના કવર પેજ માટે અનુષ્કાએ જે ફોટો ક્લિક કરાવ્યા છે એમાં એના અલગ અલગ અંદાજ જોવા મળે છે. ફોટોશૂટમાં અનુષ્કા ક્યારેક બિકીની, ક્યારેક ક્રોપ ટૉપ સાથે પ્લાઝો, ક્રોપ ટૉપ સાથેસ્કર્ટ તો ક્યારેક લૉન્ગ શર્ટ પહેરીને પોઝ આપી રહી છે. એટલું જ નહીં, એ ક્યારેક દરિયામાં જોવા મળે છે તો ક્યારેક ઝરણા નીચે તો ક્યારેક રેતી પર સૂતેલી તો સી-બૉટ પકડીને પણ ઊભેલી દેખાય છે. તો ક્યાંક સોફા પર આરામ કરતા પણ જોવા મળે છે.

અનુષ્કા શર્મી છેલ્લે શાહરૂખ ખઆન સાથે ઝીરોમાં દેખાઈ હતી. જોકે આનંદ એલ. રાય દિગ્દર્શિત ફિલ્ ખાસ ચાલી નહોતી. જોકે અનુષ્કાએ હમણાં નિર્માણ પર ધ્યાન કેન્દ્રિ કર્યું છે. એની પાતાલ લોક સિરીઝ સુપર હિટ થઈ છે તો ત્યાર બાદ આવેલી ફિલ્મ બુલ બુલ પણ દર્શકોને ઘણી પસંદ પડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here